Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

બ્રામાં છૂપાઈને ગરોળીએ ૬૫૦૦ KMની યાત્રા કરીઃ જીવતી જોઈને મહિલાના હોંશ ઉડી ગયા

નવી દિલ્હી,તા.૧૪: ગરોળી એક નાનો જીવ છે. સામાન્ય રીતે આપણા દ્યરોમાં પણ તે જોવા મળતી હોય છે. ઘરના ખૂણામાં કે કબાટમાં તે મોટાભાગે છૂપાઈ જતી હોય છે. ત્યારે હવે બ્રિટનથી એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે કે જેને લઈને મહિલાના પણ હોંશ ઉડી ગયા હતા. વાત એવી છે કે, એક મહિલાની બ્રામાં ગરોળી છુપાઈને ૬૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું. નવાઈની વાત એ છે કે, તેમ છતા તે બચી ગઈ.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બ્યૂટિશિયન લિસા રસેલ બારબાડોસથી બ્રિટન તેના દ્યરે જવા માટે નીકળી હતી. એટલે તેણે તેનું કબાટ ખોલ્યું અને કપડાં સૂટકેસમાં પેક કર્યા. તેને જરા પણ અંદાજો નહોતો કે તેના કપડામાં એક નાનો જીવ છૂપાયેલો છે. જે આટલી લાંબી યાત્રા કરવા માટે જઈ રહ્યો હતો. એ પછી તેણે ફ્લાઈટ પકડી અને બ્રિટન પહોંચી.

ઘરે પહોંચ્યા પછી આ મહિલાએ તેનો સામાન સૂટકેસમાંથી બહાર કાઢ્યો. જયારે તેણે તેના કેટલાંક હટાવ્યા તો જોઈને ચોંકી ગઈ. તેની બ્રામાં એક ગરોળી છૂપાયેલીહતી. તેને લાગ્યું કે ગરોળી મરી ગઈ હશે. જયારે મહિલાએ તેને દંડાથી હલાવી તો તે ભાગીને છૂપાવા લાગી. એ પછી આ મહિલાએ તેની બ્રા પર બેસેલી ગરોળીનો ફોટો પાડ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. જે બાદ તેના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે.

લિસા રસેલના જણાવ્યા મુજબ, તેને અફસોસ હતો કે એક નાનો જીવ તેના કપડામાં છૂપાઈને રહ્યો. તેને ચિંતા હતી કે મરી ગઈ હોય તો. જયારે તેણે આ ગરોળી જોઈ અને તે હલવા લાગી તો તેણે બૂમ પાડી હતી. જે બાદ તેનો પતિ દોડીને આવ્યો. બંનેએ જયારે ગરોળીને જીવતી જોઈ તો આશ્ચર્ય પામ્યા. આ ગરોળી ત્રણ દિવસ સુધી સૂટકેસમાં બંધ રહી હતી.

(10:11 am IST)