Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

૧૧ મીલીયન કિ.મી. દુરથી જ ક્ષુદગ્રહનો રસ્તો બદલાવાશે

નાસાના ડાર્ટ મિશનની ઉંધી ગણતરી શરૂ

વોશીંગ્ટન, તા.૧૪: હોલીવુડ ફિલ્મ આર્મગેડનની જેમ નાસા પણ કોઇ ખતરનાક ક્ષુદગ્રહના પૃથ્વીથી ટકરાવથી પહેલા પોતાનું યાન તેનાથી અથડાવી રસ્તો બદલવાની તૈયરી કરી રહ્યુ છે.

નવેમ્બર માટે લોન્ચ વિન્ડો શરૂ થતા જ અમેરિકી અંતરીક્ષ એજન્સી પોતાના એસ્ટરોયડ રીડાયરેકશન ટેસ્ટ (ડાર્ટ) મિશનની ઉંધી ગણરી શરૂ કરશે. ઉદેશ્ય ભવિષ્યમાં પૃથ્વી તરફ જનાર સંભવીત ક્ષુદગ્રહોને વીક્ષેપીત કરવામાં સક્ષમ એક રક્ષા પ્રણાલી બનાવવાની છે.

મિશન માટે પૃથ્વીથી ૧૧ મીલીયન કી.મી. અંદર લક્ષીત ક્ષુદગ્રહ 'ડિડીમોસ' હશે. જે રક્ષા સંચાલીત પ્રોદ્યૌગોકીયો માટે પરિક્ષણના રૂપમાં કાર્ય કરશે. ડાર્ટ મિશન દ્વારા નાસા લોસાર સીસ્ટમ અન્વેષણ કાર્યક્રમ હેઠળ પ્રબંધીત છે. આ યાન લગભગ ૬.૬ કિ.મી. પ્રતિ સેકન્ડની ગતીથી જાણી જોઇને પોતાને મુનલેટ (ક્ષુદગ્રહના ચંદ્ર) સાથે અથડાઇને ગતિ જ પ્રભાવ પેદા કરશે, જેથી ધરતી તરફ આવતો ક્ષુદગ્રહ પોતાનો રસ્તો બદલી લેશે.

(3:23 pm IST)