Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

એલીયન છે પેન્ગવીન : વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહ સાથેનું કનેકશન શોધ્યું

નવી દિલ્હી : એક સવાલ હંમેશા ઉઠતો આવ્યો છે કે શું એલીયન છે ? અને હા તો તે કોઇ બીજા ગ્રહ ઉપર છે કે આપણી વચ્ચે રહે છે. હવે ઇમ્પીરીયલ કોલેજ, લંડનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે ધરતીના પેન્ગવીન એલીયન હોઇ શકે છે. તેમનો શુક્ર ગ્રહ સાથે પણ સંબંધ છે, જ્યાંનું વાતાવરણ ધરતી સાથે હળતુ મળતુ છે.

ડેલીસ્ટાર યુકેના એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોને પેન્ગવીનના મળમાં શુક્ર ગ્રહની આસપાસની પરતમાંથી ગત વર્ષે મળેલ કેમીકલ ફોસ્ફીન મળેલ. જો કે એ જાણવા નથી મળ્યુ કે શુક્ર ગ્રહથી લગભગ ૩૮ મીલીયન માઇક દૂર પૃથ્વી ઉપર ફોસ્ફીન કેમ મોજુદ છે શોધકર્તા ડો. ડેવ કલેમૈટ્સ મુજબ કેટલાક બેકટેરીયા ફોસ્ફીનનું ઉત્પાદન કરે છે. આ કીચડ અને પેન્ગવી ગુઆનોમાં મળ્યા છે. વૈજ્ઞાનિકો હવે ઝેટું પેન્ગવીનના અભ્યાસની યોજનામાં છે.

(3:24 pm IST)