Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નાચતા-નાચતા અચાનક લોકો એક સાથે મૃત્યુ પામવા લાગ્યા:કારણ જાણીને સહુ કોઈને થઇ અચરજ

નવી દિલ્હી: અજબ-ગજબ: દુનિયાભરમાં કોરોનાએ લાખો લોકોના જીવ લઈ લીધા છે. હાલના સમયમાં કોરોનાનાં વિવિધ વેરિયેન્ટ દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યા છે. 500 વર્ષ પહેલા પણ એક આવી મહામારી આવી હતી. જેના કારણે તબાહી મચી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ત્યારે લોકો ડાન્સ કરતા કરતા મૃત્યુ પામ્યા હતા.

તમારા મનમાં સવાલ આવતો હશે કે, ડાન્સ કરતા કરતા કોઈ કેવી રીતે મૃત્યુ પામી શકે? પરંતુ વાત સાચી છે. લોકો ડાન્સ કરતા કરતા મૃત્યુ પામ્યા હતા. વર્ષ 1518માં અલસેસનાં સ્ટ્રાસબર્ગ જેને આજે આપણે ફ્રાંસના નામથી ઓળખીએ છે, ત્યાં એક મહામારી આવી હતી. મહામારી વિશે સાંભળીને તમને અચરજ થશે. 500 વર્ષ પહેલા આવેલી ડાન્સની મહામારીએ ફ્રાંસમાં ઘણાં લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. મહામારીના કારણે અંદાજે 400 લોકોના મૃત્યુ થયા હતા. જુલાઈ 1518માં એક યુવતી અચાનક ડાન્સ કરવા લાગી અને ડાન્સ કરતા કરતા પોતાનાં હોશ ગુમાવી દીધા. ફ્રાઉ ટ્રોફી નામની યુવતી નાચવામાં એટલી મસ્ત બની ગઈ કે તે નાચતા નાચતા ઘરની બહાર ગલીમાં આવી ગઈ. ફ્રાઉ ટ્રોફીને ડાન્સ કરતી જોઈ લોકો હેરાન પામી ગયા. તેના પરિજન ત્યાં પહોંચી ગયા. ફ્રાઉ ટ્રોફીને સમજાવવા લાગ્યા. જોત જોતામાં ત્યાં ભારે ભીડ ઉમટી. જાણવા મળ્યુ કે, અચાનક ડાન્સ કરતા કરતા 30થી વધુ લોકોની મોત થઈ. ઘટના બાદ ફ્રાંસમાં હડકંપ મચી ગયો. લોકોમાં ડર ફેલાઈ ગયો.

(6:11 pm IST)