Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઓએમજી....આ મહિલાએ 10 મહિનામાં બે વાર બાળકોને આપ્યો જન્મ

નવી દિલ્હી: તમે એવા અનેક કેસ વિશે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ મહિલાએ એક સાથે ત્રણ કે ચાર બાળકોને જન્મ આપ્યો હોય. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા કિસ્સા વિશે જણાવીશું કે જેને જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. યુકેમાં રહેતી એક મહિલાએ એક વર્ષમાં 3 બાળકોને જન્મ આપ્યો. મામલો એટલા માટે પણ અનોખો છે કારણ કે મહિલાએ એક વખતમાં ટ્રિપલેટ્સને જન્મ નથી આપ્યો પરંતુ તે માત્ર 10 મહિનામાં બે વાર ગર્ભવતી થઈ અને ત્રણ બાળકોને જન્મ આપ્યો. સનના એક રિપોર્ટ મુજબ 23 વર્ષની શેરના સ્મિથ(Sharna Smith) વર્ષ 2020માં 6 જાન્યુઆરીના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તે ફરીથી ગર્ભવતી થઈ અને 30 ઓક્ટોબરે જોડકી પુત્રીઓને જન્મ આપ્યો જેમના નામ અલિશા અને અલિઝા છે. શેરનાએ જણાવ્યું કે જ્યારે તેમનો પુત્ર Laighton ત્રણ મહિનાનો હતો ત્યારે તેને ખબર પડી કે તે ફરીથી પ્રેગનન્ટ છે. તેણે કહ્યું કે હું મારી બીજી ગર્ભાવસ્થા વિશે જાણીને ચોંકી ગઈ. કારણ કે મારો પુત્ર ફક્ત 3 મહિનાનો હતો. તેમના માટે વાત વધુ ચોંકાવનારી ત્યારે બની જ્યારે તેઓ હોસ્પિટલમા ચેકઅપ માટે પહોંચ્યા અને ડોક્ટરે તેમને કહ્યું કે તે જોડકા સંતાનની માતા બનવાની છે. અનોખો મામલો ડોક્ટરો માટે પણ ચોંકાવનારો હતો.

(6:12 pm IST)