Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ચાર્જિંગ વગર 1099 કિલોમીટરનું અંતર કાપી આ કારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: દેશના ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં અનેક ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવામાં આવ્યા. જેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પેટ્રોલ ડીઝલથી છૂટકારો અપાવવા માટે મોટાભાગની કંપનીઓ પણ હવે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો બનાવવા તરફ વળી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ચલાવવામાં સૌથી સારા ગણવામાં આવી રહ્યા છે કારણ કે તેના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી અને વાતાવરણ ચોખ્ખુ રહે છે. ઓટો કંપનીઓ આવનારા સમયને જોતા હવે નવી ઢબે ચીજોને જોવાનું શરૂ કરી રહી છે. બધા વચ્ચે એક ઈલેક્ટ્રિક ટ્રક હાલ ખુબ ચર્ચાનું કારણ બન્યો છે. વાત જાણે એમ છે કે ટ્રકે એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 1099 કિલોમીટરનું અંતર કાપ્યું અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

(6:13 pm IST)