Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના સંક્રમણની વધુ એક આડઅસર આવી સામે:બ્રિટનના નિષ્ણાતોનું સંશોધન

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને કારણે કેટલાક દર્દીઓમાં સ્થાયી રૂપથી અચાનક બહેરાપણું (Hearing Loss)ની સમસ્યા ઉભી થવાની વાત સામે આવી છે. બ્રિટનમાં સંબંધમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ કોરોના વાયરસને કારણે બહેરા થતા લોકોની સંખ્યા ખુબ ઓછી છે.

                    બ્રિટનમાં યુનિવર્સિટી કોલેજ લંડન (University College London)ના નિષ્ણાંતો સહિત વૈજ્ઞાનિકો અનુસાર, સંક્રમણને કારણે બહેરાપણાની સમસ્યા ઉભી થવાને લઈને જાગરૂતતા ખુબ જરૂરી છે કારણ કે સ્ટેરોયડ દ્વારા યોગ્ય સારવારથી સમસ્યાને દૂર કરી શકાય છે. તેમણે કહ્યું કે, તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ ફ્લૂ જેવા વાયરલ સંક્રમણ બાદ પ્રકારની સમસ્યા થાય છે.

(6:25 pm IST)