Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

દક્ષિણ અમેરિકાના આ દેશમાં હજાર લોકો સરકાર વિરોધી પ્રદર્શનમાં જોવા મળ્યા

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાં સોમવારથી હજારો લોકો સરકારવિરોધી પ્રદર્શનો કરી રહ્યાં છે અને પ્રદર્શનો કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે સરકાર સામે કરાઈ રહ્યાં છે. પ્રદર્શનો થયાં ત્યારે એટલે કે સોમવારે કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા આર્જેન્ટિનામાં નવા લાખને આંબી ગઈ હતી.

           આર્જેન્ટિનાની સરકાર દ્વારા કોરોના સંક્રમણની સ્થિતિમાં જે રીતે કામગીરી કરાઈ રહી છે, એની સામે લોકોમાં રોષ છે. બીજી તરફ કોરોનાના કારણે લદાયેલા લૉકડાઉનનું અર્થતંત્ર પર અસરો અને ભ્રષ્ટાચાર અંગે પણ લોકો સરકારથી નારાજ છે.

(6:26 pm IST)