Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પ્રથમવાર નાસાનું યાન સૂર્ય મંડળની પેલે પાર જશે તેવી માહિતી

નવી દિલ્હી: આપણા સૂર્ય મંડળની ઉત્પતિનું રહસ્ય ઉકેલવા સદીઓથી વૈજ્ઞાનિકો લાગી રહ્યા છે. આ ક્રમમાં હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી 'નાસા'એ એક મિશન લોકલ કરી રહી છે. જેનું નામ લ્યૂસી છે. આ મિશનથી આપણા સૌર મંડળની ઉત્પત્તિને લઈને ધરતી પર પાણી કયાંથી આવ્યું સહિતના જવાબો શોધવાની કોશિષ કરશે. તેના માટે તે ગ્રહોના અવશેષની ચકાસણી કરશે. તેના માટે તે જયુપીટર (ગુરુ) ગ્રહના ટ્રૌજન લઘુ ગ્રહોને બનાવાનું પરીક્ષણ કરશે. નાસાએ આ મિશન માટે જે અંતરિક્ષ પણ બનાવ્યું છે. તેનું નામ લ્યૂસી આપ્યું છે. તેનું નામ 1974માં મળી આવેલા અવશેષના આધારે અપાયું છે. 16મી ઓકટોબરે મિશન લોન્ચ થશ 16મી ઓકટોબરે આ મિશન લોન્ચ થશે જેનું કામ સાત ટ્રોજન લઘુગ્રહો અને મંગલ અને ગુરુ વચ્ચે સ્થિત એક મેન બેલ્ટ લઘુ ગ્રહના બારામાં પણ અધ્યયન કરશે. ટ્રોજન એસ્ટેરોઈડથી જ ખબર પડશે કે કેવી રીતે સૌર મંડળની ઉત્પત્તિ થઈ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચાર અબજ વર્ષથી વધુ જૂના આ લઘુગ્રહમાં જ આપણું સૌર મંડળ બનવાનું રહસ્ય છુપાયું છે.

(6:13 pm IST)