Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જંગલી રીંછને ભગાડવા માટે રોબો વુલ્ફ તહેનાત કરાયાં છે જપાનના એક શહેરમાં

ટોકીયો, તા.૧૪: જપાનના તાકિકાવા શહેરમાં વારંવાર જંગલી રીંછ દ્યૂસી જતાં હતાં એને કારણે સ્થાનિકોમાં જબરો આતંક મચ્યો હતો. જોકે શહેરના અધિકારીઓએ જંગલી પ્રાણીને શહેરથી દૂર રાખવા માટે રોબો વુલ્ફ મૂકયાં છે.

જપાનના તાકિકાવા શહેરમાં વારંવાર જંગલી રીંછ ઘૂસી જતાં હતાં એને કારણે સ્થાનિકોમાં જબરો આતંક મચ્યો હતો. જોકે શહેરના અધિકારીઓએ જંગલી પ્રાણીને શહેરથી દૂર રાખવા માટે રોબો વુલ્ફ મૂકયાં છે. છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ રીંછનો ત્રાસ વધી ગયો હોવાથી શહેરના લોકોમાં વારંવાર ભયની સ્થિતિ નિર્માણ થતી હતી. સપ્ટેમ્બર મહિનામાં તો આ ઘટનાઓ ઘણી વધી ગઈ હતી. ચાલુ વર્ષમાં રીંછ લગભગ ૨૦ વ્યકિત પર હુમલો કરી ચૂકયાં છે, જેમાંના બે જીવલેણ હતા. પરિણામે સ્થાનિક સરકારે તાકિકાવા શહેરમાં ઠેર-ઠેર રોબો વુલ્ફ મૂકી દીધાં હતાં.

આ કહેવાતું મોન્સ્ટર વુલ્ફ ગોબરું ચીતરી ચડે એવું શરીર, ચાર પગ, ગૌરવર્ણ, ઉગ્ર ગણી શકાય એવો દેખાવ, લાલ ઝગમગ કરતી આંખો ધરાવે છે અને જયારે તેના ડિટેકટર્સ એકિટવેટ થાય ત્યારે તે માથું ફેરવી, લાઇટના ઝબકારા સાથે વિચિત્ર કહી શકાય એવા ૬૦ પ્રકારના અવાજ કાઢે છે. આ રોબોટિક મોન્સ્ટર બનાવનાર કંપની ઓહતા સેઇકીએ છેલ્લાં બે વર્ષમાં આવા ૭૦ રોબો બનાવ્યા છે.

શિકાર તેમ જ અન્ય કારણસર જંગલી રીંછની પ્રજાતિ લુપ્ત થતાં પહેલાં વરુ દેશના મધ્ય અને ઉત્તરીય ટાપુઓ પર ફરતાં જોવા મળતાં હતાં. તાકિવાવા શહેરના અધિકારીઓએ કહ્યું કે નવેમ્બરના અંતમાં હાઇબરનેશનમાં જતાં પહેલાં ખોરાકની શોધ કરતાં હોવાથી આ સમયે રીંછ વધુ સક્રિય અને જોખમી બને છે. આ વર્ષે જંગલમાં કોર્ન અને બદામના પાકમાં થયેલા ઘટાડાને લીધે પ્રાણીઓ નિર્વાહની શોધમાં નગરની નજીક ગયાં હતાં.

(2:42 pm IST)