Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસ પેદા કરનાર ચામાચીડિયાની બીજી પ્રજાતિની વૈજ્ઞાનિકોએ કરી શોધ

નવી દિલ્હી: કોઈ પણ વ્યક્તિમાં ડર પેદા કરવા માટે ઉલ્ટા લટકતાં ચામાચીડિયા(Bat)ની બસ એક ઝલક જ પૂરતી હોય છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કોરોના મહામારીથી દુનિયાને હચમચાવી નાખનારા ચામાચીડિયા રંગીન હોય તેવી કલ્પના પણ નહીં કરી હોય. આપણા મગજમાં તો ચામાચીડિયા એટલે કાળા રંગના હોય તેવી જ કલ્પના હોય. પરંતુ વૈજ્ઞાનિકોએ ઓરેન્જ કલરના ચામાચીડિયા શોધી કાઢ્યા છે.

        વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ ચામાચીડિયાની એકદમ નવી પ્રજાતિ છે. તે માત્ર નારંગ રંગના છે એવું નથી, પરંતુ તે ખુબ ફ્લફી પણ છે. બુધવારે સાઈન્ટિફિક જર્નલ અમેરિકન મ્યૂઝિયમ નોવિટેટ્સમાં વૈજ્ઞાનિકોએ આ ચામાચીડિયા અંગે પોતાનો એક સ્ટડી પ્રકાશિત કરાવ્યો છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે તે સંપૂર્ણ રીતે ચામાચીડિયાની એક નવી જ પ્રજાતિ છે.

(5:03 pm IST)