Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ચીન ભૂતાનમાં બનાવી રહ્યું છે આટલી મોટી બિલ્ડીંગ

નવી દિલ્હી: ચીન હવે ભૂટાનના રસ્તેથી ભારતને ઘેરી રહ્યું છે. કેટલીક નવી સેટેલાઇટ તસવીરો સામે આવી છે. તસવીરો જોઈ શકાય છે કે ડોકલામ વિસ્તારથી 30 કિમી દૂર ભૂટાનમાં ચીન બે મોટા ગામો બનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ એકબીજા સાથે જોડાયેલા હશે. ડોકલામ એ જ જગ્યા છે, જ્યાં 2017માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. ચીન અહીં રોડ બનાવવાના પ્રયાસ કરી રહ્યુ હતુ અને ભારતે તેને અટકાવ્યુ હતુ. ચીન અહીં 166 ઈમારતો અને રસ્તાઓ બનાવી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં તેનું બાંધકામ જોઈ શકાય છે. NDTVએ આ તસવીરો સાથે ચીનના આ નવા કૃત્ય પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. તે મુજબ ડોકલામ વિવાદ બાદ ચીને પોતાની રણનીતિ બદલી છે. તે એવા સ્થળોથી દૂર બાંધકામ કરી રહ્યુ છે જ્યાં ભારતની હાજરી નથી. ડોકલામના જે વિસ્તાર મુદ્દે 2017માં ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો, ત્યાંથી ચીનની બાંધકામ સાઇટ 9 કિમી દૂર છે અને તે ભૂટાનની જમીન છે. નવેમ્બર 2020માં NDTVએ એક અહેવાલ આપ્યો હતો કે ચીની સેનાએ ભૂટાનમાં એક ગામ તૈયાર કર્યું છે. ઐતિહાસિક રીતે ભૂટાન હંમેશા ભારતની નજીક રહ્યું છે, જો કે ભારતે તેની વિદેશ નીતિમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. ભૂતાન ચીનને લઈને ભારતની ચિંતાઓથી સારી રીતે જાણે છે. ચીનના ષડયંત્ર પર ભારતના સીડીએસ જનરલ બિપિન રાવતે પણ ચેતવણી આપી હતી. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.

(5:54 pm IST)