Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રશિયા 30 દિવસમાં યુક્રેન પર કરી શકે છે આક્રમણ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે રીતે લદ્દાખ મોરચે તનાવપૂર્ણ સ્થિતિ છે  તે જ રીતે રશિયા અને યુક્રેન વચ્ચે પણ બોર્ડર પર તનાવ છે. સ્થિતિ પર નજર રાખી રહેલી અમેરિકન ગુપ્તચર એજન્સીઓનુ માનવુ છે કે, રશિયા 30 દિવસમાં યુક્રેન પર આક્રમણ કરી શકશે.આ માટે રશિયા ખતરનાક પ્લાન બનાવી રહ્યુ છે. વ્હાઈટ હાઉસ પ્રવક્તાએ કહ્યુ હતુ કે, અમારી પાસે એવી જાણકારી છે કે , રશિયા ઓપરેશન ફોલ્સ ફ્લેગ હેઠળ સેનાના એક જૂથને તૈનાત કરી ચુકયુ છે.તમામ જવાનોને હુમલો કરવા વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ઓપરેશન ફોલ્સ ફ્લેગનો અર્થ એવો થાય છે કે, કોઈ પણ દેશ આક્રમણ કરવા તત્પર હોય છે તેનો દોષ દુશ્મન દેશને કે બીજી પાર્ટી પર ઢોળવા માટેનો તખ્તો તૈયાર કરાતો હોય છે.આવા ઓપરેશનમાં જો કોઈ પકડાઈ જાય તો ઓપરેશન હાથ ધરનાર સરકાર હાથ અધ્ધર કરી દે છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે હુમલાખોર દેશ તરીકેને છાપ ના પડે તે માટે આ પ્રકારના ઓપરેશન હાથ ધરાતા હોય છે. સીમા વિવાદની વચ્ચે યુક્રેન પર થયેલા સાયબર એટેકમાં ઘણી સરકારી વેબસાઈટો ઠપ છે.યુક્રેનના લોકોને લાગે છે કે, રશિયા ગમે ત્યારે આક્રમણ કરશે.

(5:55 pm IST)