Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ઇન્ડોનેશિયામાં એક પરપુરુષ સાથે સંબંધ રાખવા બદલ મહિલાને મળી આટલી આકરી સજા

નવી દિલ્હી:ઈન્ડોનેશિયામાં એક પરિણીત મહિલાને પરપુરુષ સાથે સંબંધ બાંધવા બદલ તાલિબાની સજાનો સામનો કરવો પડ્યો હતો. તે પુરુષ પણ પરિણીત હતો. ગુનો કબૂલવા પર મહિલાને જાહેરમાં 100 કોરડા મારવામાં આવ્યા હતા. જ્યારે પુરુષને માત્ર 15 કોરડાની જ સજા મળી. મહિલાને સતત 100 વખત માર મારવામાં આવ્યો, પરંતુ તે પીડા સહન ન કરી શકી, તેથી આ ક્રૂરતાને થોડા સમય માટે અટકાવી દેવામાં આવી. આ ઘટના ઈન્ડોનેશિયાના આઇચ રાજ્યની છે. અહીં કટ્ટરવાદીઓનું વર્ચસ્વ છે અને તેમની પોતાની સરકાર છે. અહીંના પોલીસ વિભાગના તપાસ અધિકારી ઈવાન નઝર અલવીએ જણાવ્યું - અમારી કોર્ટે એક પરિણીત મહિલા અને એક પરપુરુષને ગેરકાયદેસર સંબંધોના આરોપમાં સજા સંભળાવી છે. તે માણસ પહેલેથી જ પરિણીત હતો. તેમના સંબંધોની તપાસ કર્યા પછી, સ્ત્રીએ ગુનો સ્વીકાર કરી લીધો. જો કે આ પુરુષે આરોપોને નકારી કાઢ્યા હતા. કોર્ટે મહિલાને જાહેરમાં 100 કોરડા મારવાની સજા ફટકારી. આ જ ગુના માટે આ પુરુષને 15 કોરડા મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વ્યક્તિ આ વિસ્તારમાં ખૂબ જ વગ ધરાવે છે.

(5:56 pm IST)