Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી વિશ્વમાં દરેક ભાગમાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહેતા ભવિષ્યમાં ઉભું થઇ શકે છે જોખમ

નવી દિલ્હી: ચમોલીમાં ગ્લેસિયર તુટવાથી બનેલી ગંભીર ઘટના આ વાતની સાબિતી છે. વિશ્વમાં દરેક ભાગમાં ગ્લેશિયર જડપથી પીગળી રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ પશ્ચિમ દેશોમાં પ્રાકૃતિક સંસાધનોનું હનન ખુબ માત્રામાં થયું. અશ્મિભૂત ઇંધણનું એટલું પ્રદૂષણથી વાતાવરણમાં ભળ્યું કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધ્યું. ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ આવી ગઈ, જે હવામાનથી વાતાવરણ સુધીની દરેક વસ્તુને અસર કરી રહી છે. ગ્લેશિયર્સનું ગલન પણ આનો જ એક ભાગ છે. વૈશ્વિક ચળવળને રોકવા માટે વૈશ્વિક મંચ પર ઘણી સંધિઓ થઇ પરંતુ તે ધનિક વિરુદ્ધ ગરીબ દેશમાં અટકીને રહી ગઈ.

              વર્ષ 2017 માં ગંગોત્રી ગ્લેશિયરના ગોમુખ ખાતેનો ગ્લેશિયરનો 30-મીટર ઉંચો ઢગલો બની ગયો હતો. આને કારણે ત્યાં એક તળાવ બની ગયું હત્ય. જોકે સારું છે કે હવે ત્યાં તળાવ નથી. પરંતુ ગ્લેશિયરનો ઢગલો હજુ ત્યાં છે. ત્યાં ત્રણ કિલોમીટરના ભાગમાં ગ્લેશિયરના અવસેસ છે અને તેમાં મોટા બોલ્ડર્સ પણ શામેલ છે.

(6:20 pm IST)