Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મૂકી:પેટ્રોલીની કિંમત ટૂંક સમયમાં ભડકો થઇ શકે છે

નવી દિલ્હી: પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં ટૂંક સમયમાં ભડકો થઈ શકે છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓગ્રા)એ ઈમરાન ખાન સરકારને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 16 રૂપિયા વધારવા સૂચન કર્યુ છે. હાલમાં પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા છે. જો તેમાં 16 રૂપિયાનો વધારો થાય તો કોરોનાના મારથી અગાઉથી જ પરેશાન પાકિસ્તાની લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

          લગભગ 15 દિવસ અગાઉ જ પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીના સૂચન પછી તેણે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં મામૂલી વધારો કર્યો છે. એવામાં આ વખતે પાકિસ્તાન સરકાર પર ઈંધણના ભાવ વધારવાનું દબાણ વધુ છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે સરકાર 16 ફેબ્રુઆરીથી પેટ્રોલના ભાવમાં માત્ર 3 રૂપિયાનો જ વધારો કરવાની તરફેણમાં છે.

(6:21 pm IST)