Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આતો ગઝબ થઇ ગયું.....અમેરિકામાં એક શ્વાન બન્યો 36 કરોડ રૂપિયાનો માલિક

નવી દિલ્હી: અમેરિકામાં એક કૂતરો 36 કરોડ રુપિયાનો માલિક બની ગયો છે. આ વાત સાંભળીને તમને આશ્ચર્ય જરુર થશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આ વાત છે અમેરિકાના ટેનેલી શહેરની. ટેનેસી શહેરમાં રહેવાવાળા બિલ ડોરિસ પોતાના લૂલૂ નામના કૂતરાને એટલો પ્રેમ કરતા હતા કે તેમણે કૂતરાને 36 કરોડ રુપિયાની સંપતિ આપી છે.

               ગયા વર્ષે બિલ ડોરિસનું મોત થયું હતું. તેમના મોત બાદ તેમના કૂતરાને કોઇ મુશ્કેલી ના થાય તે માટે તેમણે વસિયત બનાવીને પોતાની સંપતિનો અક મોટો ભાગ લૂલૂના નામે કર્યો છે. બિલ ડોરિસે લૂલૂના નામ પર 5 મિલિયન ડોલર (36,29,55,250 રુપિયા)ની સંપતિ કરી છે. લૂલૂની ઉંમર અત્યારે આઠ વર્ષ છે. બિલ ડોરિસે આ માટે એક ટ્રસ્ટ બનાવ્યું છે અને તેમાં 50 લાખ ડોલર જમાં કરાવ્યા છે. ટ્રસ્ટમાં જમા આ પૈસાનો ઉપયોગ કૂતરાની સારસંભાળ માટે કરવામાં આવે છે. ડોરિસે પોતાની દોસ્ત માર્થા બર્ટનને લૂલૂની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. ડોરિસની વસિયત પ્રમાણે બર્ટનને કૂતરાની સંભાળ માટે દર મહિને ટ્રસ્ટમાં જમા પૈસામાંથી એક ચોક્કસ રાશિ મળશે.

(6:22 pm IST)