Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2024

ચીન સાથે મળીને પાકિસ્તાન બનાવી રહ્યું છે હંગોર ક્લાસ સબમરીન

નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન ભારતના બે સૌથી મોટા દુશ્મન છે. આ બંને દુશ્મન દેશ ભેગા મળીને એક નવી કિલર સબમરીન બનાવી રહ્યા છે. જે હંગોર ક્લાસ સબમરીન છે. બુધવારથી આ સબમરીનનું નિર્માણ કાર્ય પાકિસ્તાન નેવી ચીફ એડમિરલ નવીદ અશરફની હાજરીમાં કરાચીમાં શરૂ થઈ ગયું છે તેમજ તેના નિર્માણ માટે ચીનની ટેકનિકલ મદદ કરી રહ્યું છે. આ હંગોર ક્લાસની બીજી સબમરીન હશે. પાકિસ્તાને આવી 8 સબમરીન માટે ચીન સાથે કરાર કર્યો છે. જેમાંથી 4 ચીનમાં નિર્માણાધીન છે અને 4 કરાચીમાં બનવાના છે. આ સબમરીન ભારત માટે મોટો ખતરો માનવામાં આવે છે. વર્ષ 2022માં ચીન અને પાકિસ્તાન દ્વારા હંગોર ક્લાસની પહેલી સબમરીનનું નિર્માણ શરૂ કર્યું કરવામાં આવ્યું હતું. હવે આ સબમરીન એડવાન્સ સ્તરે પહોંચી ગયું છે. પાકિસ્તાની નેવી ચીફ આ સબમરીનના નિર્માણને મોટી ઉપલબ્ધિ ગણાવે છે. આ સબમરીન AIP ટેક્નોલોજીથી સજ્જ છે અને તે ઘણા દિવસો સુધી પાણીની અંદર છુપાયેલી રહી શકે છે. આ સબમરીન ઘણા પ્રકારના આધુનિક હથિયારો અને સેન્સરથી સજ્જ છે. હંગોર ક્લાસ સબમરીન ચીનની ટાઈપ 039A/041 યુઆન ક્લાસનો એક પ્રકાર છે. વર્ષ 2028 સુધીમાં પાકિસ્તાનને આ બધી જ સબમરીન મળી જશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સબમરીન 76 મીટર લાંબી હશે. પરંતુ પાકિસ્તાને આ સબમરીન વિશેની મોટાભાગની માહિતી ગુપ્ત રાખી છે. હાલ પાકિસ્તાન પાસે Agosta 90B ક્લાસ સબમરીન છે જે એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન અથવા AIP ટેકનોલોજીથી સજ્જ છે. આ સબમરીનને હાલ તુર્કી ફાયર કંટ્રોલ સિસ્ટમ, સોનાર, રડાર વગેરે લગાવીને તેને એડવાન્સ બનાવી રહ્યું છે. જો આ સબમરીન બાબર-3 મિસાઈલથી સજ્જ હશે તો ભારત સામે તેમની હુમલો કરવાની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે.

 

(6:04 pm IST)