Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

માનવી કરતા કોમ્પ્યુટર પર વધારે ભરોસો કરતા હોવાનું એક સંશોધનમાં તારણ

નવી દિલ્હી:દૈનિક જીવનમાં એક અલ્ગોરિધમની વધતી ચિતા છતાં પણ એક નવી શોધમાં જાણવામાં આવી રહ્યું છે કે માનવીની તુલનામાં અલ્ગોરિધમ પર ભરોસો કરવાની સંભાવના વધુ જોવા મળે છે. ખાસ કરીને જો કોઈ કાર્ય વધારે ચુનોતીવાળું હોય ત્યારે લોકો માનવી કરતા કોમ્પ્યુટર પર વધારે ભરોસો કરે છે. લોકો રોજબરોજના કામોમાં નિર્ણય લેવા માટે પણ મોટાભાગે હવે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઇ ગયા છે. જોર્જિયા વિશ્વવિદ્યાલયના શોધકર્તા એરિક બોગાર્ટ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એલ્ગોરિધમની મોટી સંખ્યામાં કાર્ય કરવાની ક્ષમતા છે અને તે એવા કાર્ય કરવામાં સક્ષમ છે જેમાં દરેક દિવસે વ્યવહારિક રૂપથી વિસ્તાર થતો રહે છે. તેમનું કહેવું છે કે અલ્ગોરિધમ પર વધારેમાં વધારે માનવી ઝુકતો જાય છે એ પણ એક પૂર્વગ્રહ છે.

(5:58 pm IST)