Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

બ્રિટનમાં એક જ શખ્સ પર બે અલગ અલગ રસીના પરીક્ષણ કરવામાં આવશે

નવી દિલ્હી: યુકેએ કોરોના વાઇરસની રસીના મિક્સિંગ અને મેચિંગના ફાયદાના અભ્યાસને વિસ્તાર્યો છે અને તેમાં મોડર્ના અને નોવાવેક્સ જેબ્સનો સમાવેશ કર્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ કોમ-કોવ સ્ટડીમાં સ્વયંસેવકને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ડોઝ આપ્યા પછી તેમની રોગપ્રતિકારક પ્રણાલિએ આપેલા પ્રતિસાદની અસરની સમીક્ષા કરવાામાં આવી રહી છે. આ જ રીતે તેના પછી ફાઇઝરની રસીની પણ ચકાસણી કરવામાં આવી છે, જે ફેબુ્રઆરીમાં આપવામાં આવી હતી.

         હવે વિસ્તારવામાં આવેલા અભ્યાસમાં ૫૦થી વધુ વયના લોકોની ભરતી કરવામાં આવી છે, જેમને છેલ્લા આઠથી બાર સપ્તાહમાંગ પ્રથમ ડોઝ મળ્યો છે અને તેમની રોગપ્રતિકારક પ્રણાલિએ આપેલા પ્રતિસાદની સમીક્ષા કરવામાં આવી રહી છે, તેઓએ બીજા ડોઝમાં અન્ય રસી લીધી હોય તો તેની સંયુક્ત અસરની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ ખાતે પીડિયાટ્રિક્સ અને વેક્સિનોલોજીના એસોસિયેટ પ્રોફેસર અને ટ્રાયલના ઇન્વેસ્ટિગેટર મેથ્યુ સ્નેપે જણાવ્યું હતું કે વધારે લવચીકતા લાવવા માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની કોવિડ-૧૯ રસીનો ઉપયોગ કરી શકાય છે તેના પર કોમકોવ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેની સાથે પહેલા અને બીજા ડોઝ માટે જુદી-જુદી રસીઓનો ઉપયોગ કરી શકાય છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

(6:02 pm IST)