Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ચીન-પાકિસ્તાને તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં કર્યો વધારો

નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન સતત તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) ના અહેવાલ મુજબ, વર્ષે જાન્યુઆરી સુધી ચીન પાસે 350 પરમાણુ શસ્ત્રો છે, પાકિસ્તાન પાસે 165 અને ભારત પાસે 156 અણુ શસ્ત્રો છે. એસઆઈપીઆરઆઈના અંદાજ મુજબ, રશિયા અને યુએસ પાસે 13,080 વૈશ્વિક અણુશસ્ત્રોના 90 ટકાથી વધુ છે.

           ચીન અને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોથી ભારત ચિંતા કરવાની જરૂર નથી . ભારતીય અધિકારીઓના મતે, તેની ડિલિવરી સિસ્ટમ પરમાણુ શસ્ત્રોની સંખ્યા કરતા વધારે મહત્વની છે.તે કહે છે કે ભારત પાસે અગ્નિ-વી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો 5,000,કિ.મી.ની રેન્જ વાળી છે, જે ચીન અને પાકિસ્તાનને સંપૂર્ણ રીતે આવરી લેશે.

(6:24 pm IST)