Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ચીને લદાખ નજીક પોતાના કબ્જાવાળા વિસ્તારમાં સ્ટિલવ બોમ્બર જેટ એચ-20નું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે વર્ષોથી સીમા વિવાદ ચાલી રહ્યાં છે જેની વચ્ચે ચીને ફરીવાર પોતાની પકડ વધારવા માટેનાં પ્રયાસો શરૂ કરી છે. ચીને લદ્દાખ નજીક આવેલાં પોતાનાં કબજાવાળાં વિસ્તારમાં સ્ટીલ્વ બોમ્બર જેટ એચ-20નું પરીક્ષણ કર્યુ હતું.જાણાવા મળી રહ્યું છે કે, ચીન તેના શિયાન એચ-20 લડાયક વિમાનના અંતિમ પરીક્ષણની પ્રક્રિયા પૂરી કરી રહ્યું છે. હ્યોતાન એરબેઝ ખાતે ચીન જેનું પરીક્ષણ કરી રહ્રયુ છે સ્ટીલ્વ જેટ એવું હોય છે કે,રડારની પકડમાં આવ્યા વિના દુશ્મનનાં વિસ્તારમાં જઇને બોમ્બમારો કરી શકે છે. રક્ષા નિષ્ણાંતો જણાવ્યા અનુસાર,ભારતીય વાયુસેનામાં ફ્રાંસ રાફેલ લડાકુ વિમાનો સામેલ થયા બાદ ચીને એસ-20 વિમાનનાં પરીક્ષણની પ્રક્રિયા ઝડપી કરી દીધા છે. પરીક્ષણ પ્રક્રિયા 8 જુનથી શરૂ છે અને 22 જુન સુધી ચાલશે. સાથોસાથ 22 જુને ચીનમાં સતામાં રહેલી કમ્યુનીસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે.

(6:27 pm IST)