Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચીન તેની ન્યુક્લિયર લોન્ચ કેપેસીટી ઝડપથી આધુનિક કરી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: બૈજિંગ : ચીન પાસે અત્યારે ઓછામાં ઓછા ૩૫૦ ન્યૂકિલયર વોર હેડઝ છે. ભારતમાં ૧૬૦ વોર હેડઝ કરતાં બમણાથી પણ વધુ છે. આમ છતાં અમેરિકા અને રશિયાની સરખામણીમાં તો તે ઘણા ઓછા છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની વહન શકિત (લોન્ચ-કેપેબિલિટી) વધારી દીધી છે. તેમ સ્ટોકહોમ સ્થિત સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (SIPRI- સિપ્રી) જણાવે છે. તે કહે છે દસેક વર્ષ પૂર્વે PLA  પાસે મુખ્યત્વે કરીને લિકવીડ ફયુએલ્ડ લેન્ડ બેઝડ બેલાસ્ટિક મિસાઈલ્સ અને થોડા સી બેઝડ બેલાસ્ટિક મિસાઈલ્સ તથા કેટલાક ગ્રેવીટી બોંબનો જથ્થો હતો. પરંતુ ૨૦૧૭ આસપાસ ચીને ત્રણે રીતે તેના પરમાણુ દળો વધાર્યા છે. જેમાં સોલિડ ફયુએલ્ડ મોબાઈલ અને સિલોઝ (ભૂગર્ભ)માં રહેલા મિસાઈલ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત સબમરિન્સમાંથી પણ છોડી શકાય તેવા મિસાઈલ્સ તેણે તૈનાત જ રાખ્યા છે. જેથી અન્ય દેશોના ભયનો તે મુકાબલો કરી શકે. સિંગાપુરમાં યોજાયેલા શાંગ્રીલા ડાયલોગ પછી ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે આપેલા વક્તવ્ય પછી તુર્ત જ આ અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે.

 

(6:44 pm IST)