Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મચ્છરોની ઊંઘ પણ થાય છે હરામ:એક સંશોધન મુજબ થયો ખુલાસો

નવી દિલ્હી: દુનિયામાં કોઇ એવી વ્યકિત નહી હોય જેને મચ્છર સાથે પનારો પડયો ના હોય, મચ્છર રાત્રે વધારે સક્રિય રહીને શાંતિથી સૂતેલા માનવીઓની ઉંઘ હરામ કરી નાખે છે. રાત ભર લોહી ચુસવાની ફિરાકમાં રહે છે પરંતુ  એક સંશોધનમાં જાણવા મળે છે કે મચ્છરોની પણ ઉંઘ બગડી રહી છે, ઉંઘ ઓછી પડવાથી લોહીનો સ્વાદ પણ પારખી શકતા નથી. સિનસિનાટીના વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી મચ્છર પરના સિરકાડિયન રિધમ પર સ્ટડી કરી રહયા હતા. સિરકાડિયન રિધમ મતલબ કે મચ્છરની અંદર ચાલતી આંતરિક ઘડિયાળ (બાયો કલોક) કે જે મચ્છરનો પણ જાગવાનો સમય નકકી કરે છે. મચ્છરની આ જૈવિક કલોક વિશે જાણકારી મળે તો તેનાથી કેવી રીતે બચવું અને બીમારી ફેલાતી અટકાવવીએ નકકી કરી શકાય છે. સિરાકાડિયન રિધમ દ્વારા વૈજ્ઞાનિકો મલેરિયા જેવી અન્ય બીમારીઓ રોકવામાં મદદ કરે છે કારણ કે આ મચ્છરનો ઉત્પાત તેના જાગવા સાથે સંકળાયેલો છે.  એક સ્ટડી મુજબ મચ્છરોની પણ બાયો કલોકમાં ગરબડ ઉભી થઇ રહી છે આથી તેનો પણ જાગ્રૃત થવાનો અને આરામ કરવાનો સમય ખોરવાયો છે. માનવીનું લોહી ચૂસતા મચ્છર હંમેશા અર્ધ જાગ્રત અવસ્થામાં જ રહેતા હોય છે. માણસના શરીરની અને ખાસ કરીને લોહીની ગંધ સૂવા દેતી નથી. મચ્છર જયારે વિરામની સ્થિતિમાં હોય ત્યારે હકિકતમાં તો તે જાગેલા જેવી જ સ્થિતિમાં રહે છે. તેનો વિરામ કરવાનો હેતુ માત્ર પોતાના શરીરની ઉર્જા બચાવવાનો હોય છે. 

(6:45 pm IST)