Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમેરિકાના લાસ વેગસમાં માતા-પિતાએ પોતાના જ દીકરાને શિક્ષા કરવા માટે કર્યું આ કામ

નવી દિલ્હી: અમેરિકાના લાસ વેગસમાં વેડીંગ-એનિવર્સરી ઉજવતા દંપતીને અચાનક પોલીસે ફોન કરીને કહ્યું કે તમારો 14 વર્ષનો દીકરો એન્જલ માર્યીનેઝ કાર ઓવર-સ્પીડમાં દોડાવવા બદલ પકડાયો છે. એન્જલે પરિવારની રેન્જ રોવર કાર બેફામ દોડાવીને કરેલા કારનામાની વાત જાણીને તેના પેરન્ટસ વેડીંગ એનિવર્સરીની ઉજવણી વચ્ચેથી આટોપીને ઘરભેગા થઈ ગયા હતા.

          જો કે એ ઘટનાથી બન્નેને દીકરા પર બહુ ગુસ્સો આવ્યો હતો. દીકરાને કોઈક તો શિક્ષા કરવી જોઈએ એવું લાગતાં માર્ટિનેઝ દંપતીએ થોડો અલગ રસ્તો શોધ્યો હતો. તેમણે રોષ વ્યક્ત કરવા માટે દીકરાની રૂમમાંનું ફર્નિચર, કપડાં, ટીવી વગેરે મોજશોખની અને દીકરાને ગમતી બધી વસ્તુઓ ઉપાડીને બહાર રસ્તા પર મુકી દીધી હતી. એન્જલ પાછો આવ્યો ત્યારે માતા-પિતાએ તેને હાથમાં માફીનામું લખેલું પ્લેકાર્ડ લઈ કલાકો સુધી રોડ પર મુકેલા બેડ પર બેસાડી રાખ્યો હતો. પ્લેકાર્ડ પર લખ્યું હતું કે 'મને માફ કરજો, મેં મારાં માતા-પિતાની કાર ચોરી હતી અને હું રસ્તા પર એને બેફામ સ્પીડથી દોડાવતો હતો.'

(2:56 pm IST)