Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ઉત્તર અમેરિકાના અંતરિયાળ ભાગોમાં મકાઈના ખેતરમાં પર્યટકોને આકર્ષવા ગો કોરોનાની ભુલભુલામણી કરવામાં આવી

નવી દિલ્હી: ઉતર અમેરિકાના અંતરિયાળ ભાગોમાં ખેતીની સાથે એગ્રીકલ્ચર ટુરીઝમ દ્વારા પણ ખેડુતો કમાણી કરે છે. વિશાળ કદનાં ખેતરોમાંથી પસાર થવાની પર્યટકોને મોજ પડે છે. એમાં મકાઈનાં ખેતરોનું પ્રમાણ નોંધપાત્ર હોય છે. ખેડુતો પર્યટકોને આકર્ષવા માટે તેમનાં ખેતરોમાં ઉભા પાક વચ્ચે કે અન્ય રીતે એવી ભુલભુલામણી તૈયાર કરે છે કે લોકોનું એનાથી મનોરંજન થાય છે. કોરોનાથી મુક્તિ માટે લોકો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ કે સાયના ગોગમાં પ્રાર્થનાઓ કરે છે.

        ઠેર-ઠેર કોરોનાથી મુક્તિની આકાંક્ષા જુદા-જુદા રૂપે પ્રગટે છે. એ આકાંક્ષા તાજેતરમાં મિશિગનના મકાઈ ખેતરમાં અલગ રૂપે જોવા મળી હતી. 13 એકરનો વ્યાપ ધરાવતા ખેતરના માલિકે મકાઈના છોડવા-ડુંડા વચ્ચે સફાઈ કરીને રસ્તા બનાવ્યા. એ રસસ્તાને કારણે જે જગ્યા બની એ હેલિકોપ્ટર કે વિમાનમાંથી જોતાં આપણને 'કોવિડ ગો અવે' વંચાય.

(2:59 pm IST)