Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

225 કિલો વજન હોવા છતાં પણ આ શખ્સ દરરોજ 10 હજાર કેલરી જમે છે

નવી દિલ્હી: ગેઈનર બુલના હુલામણા નામથી ઓળખાતો 225 કિલો વજન ધરાવતો 44 વર્ષનો બ્રાયન રોજની 10000 કેલરી ખાય છે જે એક સામાન્ય માનવીની આખા દિવસની જરૂરિયાત કરતાં ચાર ગણી વધુ છે. ફલોરિડામાં રહેતા બ્રાયને 20 વર્ષ પહેલાં વજન વધારવાની શરૂઆત કરી હતી. એ વખતે તેનું વજન ફકત 81 કિલો હતું.

    એ પછી તે ચરબીવાળા ફેટીશ સમુદાયનો સભ્ય બન્યો અને વજન વધારવામાં તેને ખુશી મળવા લાગી. હજીયે તેની વજન વધારવાની ઝુંબેશ ચાલુ જ છે. બ્રાયનનું કહેવું છે કે તે 6 વર્ષનો હતો ત્યારથી વધુ વજનના શરીર સાથે કાર્ટુન જોવું પસંદ કરતો હતો. કિશોરાવસ્થામાં તેણે કસરત શરુ કરી દીધી હતી, પણ વીસીમાં પ્રવેશતાં જ ફરીથી તેણે વજન વધારવાનું શરૂ કરી દીધું હતું. તેણે વજન વધારવામાંથી પણ પૈસા કમાવાની તરકીબ શોધી કાઢી છે. ખાવાનો શોખ પુરો કરવા માટે તેણે પોતાના ફેન્સનું એક ખાસ એકાઉન્ટ તૈયાર કર્યું જેના સબસ્ક્રાઈબર્સ તેને ખાતો જોવા માટે પૈસા ચૂકવે છે.

(3:00 pm IST)