Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

નોર્વેમાં ચાલી રહેલ ફાઇઝરની રસીના અભિયાન હેઠળ 23 લોકોના મોત:13 પર થઇ સાઈડ ઇફેક્ટ

નવી દિલ્હી: નોર્વેમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ 23 લોકોના મોત નીપજ્યા હતા. જે પૈકી 13 લોકો એવા હતા જેમની મોત માટે કોરોના વેક્સીનથી થયેલી સાઇડ ઇફેક્ટ જવાબદાર હતી. સ્થિતિની ગંભીરતાને જોતાં નોર્વેએ વેક્સીનને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરવાની ફરજ પડી હતી. જોકે રસી બાદ સાઇડ ઇફેક્ટ અને મોતનો શિકાર બનેલા લોકોમાં મોટાભાગના લોકોની ઉંમર 80થી વધુ હતી. બેલ્જિયમમાં પણ એક વ્યક્તિએ ફાઇઝરની કોરોના વેક્સીન લગાવ્યાના પાંચ દિવસ પછી દમ તોડ્યો હતો.

      સંદર્ભે વિશ્વ સ્વાસ્થ સંગઠનનુ કહેવુ હતું કે સંસ્થા નોર્વેના રસીકરણ અભિયાન પર નજર રાખી રહી છે. સંસ્થાના કહેવા મુજબ રસી લગાવ્યા બાદ થયેલી મૃત્યુમાં 13 મૃતકો એવા હતા જેમની મૃત્યુ રસીની સાઇડ ઇફેક્ટને લીધે થઇ હતી. બીજી તરફ નોર્વે સરકારે રસીની સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યા પછી પણ દેશમાં રસીકરણ અભિયાન ચાલુ રાખ્યુ છે અને અત્યાર સુધી આશરે 33 હજારથી વધુ લોકોને ફાઇઝરની કોરોના વેક્સીન આપવામાં આવી હતી.

(6:21 pm IST)