Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઇજિપ્તમાં ખોદકામ દરમ્યાન મળી આઈ 5હજાર વર્ષ જૂની બિયરની ફેક્ટરી

નવી દિલ્હી: દુનિયામાં અત્યાર સુધી કેટલીયે સભ્યતા (Civilisations) પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીને ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ છે. કોઈ એવી સભ્યતા વિશે આપણે વધુ જાણતા હઈશું તો કોઈ એવી સભ્યતા હશે કે તેના વિશે આપણે જાણી શકીયા નથી પરતું અવાર નવાર ખોજકામ દરમિયાન કેટલીય જગ્યાએથી કેટલાય એવા પુરાવાઓ મળ્યા છે કે જ્યાં જનજીવન હોય તેવું સાબિત થાય છે.

             પુરાતત્વ વિભાગ (Archaeologists)ના ખોદકામ દરમિયાન એક એવી બિયર ફેક્ટરી મળી જેને દુનિયાની સૌથી જુની બિયર ફેક્ટરી (Oldest Beer Factory) માનવામાં આવે છે. બિયરની આ સાઈટને ઈજિપ્તના Sohag Governorate પાસેથી મળી આવી.ટૂરિઝમ અને એન્ટી મિનીસ્ટ્રી (Tourism & Antique Ministry) એ જણાવ્યું કે,આ સાઈટ 3100 બીસી (3100 BC) દરમિયાન કરવામાં આવી હોઈ શકે છે. આ જગ્યા પર ઈજિપ્તના રાજાઓ માટે બિયર બનાવવામાં આવતી હતી.આ ભટ્ટીમાં 22 હજાર 400 લીટર બિયર બનતી હશે.આ સાઈટ પરથી માટીના 320 માટલા મળ્યા છે.માનવામાં આવે છે કે,આજ ઘડાઓમાં બિયર તૈયાર કરવામાં આવતી હશે.

(5:47 pm IST)