Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમેરિકાના ટેક્સાસમાં તાપમાનનો પારો અત્યંત નીચે પહોંચી જતા પાવર ઇમર્જન્સી ઉભી થઇ

નવી દિલ્હી: ભારે હિમવર્ષા અને દક્ષિણના મેદાનોમાં અત્યંત નીચા તાપમાનને કારણે ટેક્સાસમાં પાવર ઇમરજન્સી ઊભી થઈ હતી. એક દિવસ પહેલાં જ પ્રતિકૂળ હવામાનને કારણે ટેક્સાસની ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. જેની અમેરિકાના એર ટ્રાફિક પર વ્યાપક અસર થઈ હતી. અધિકારીઓએ હ્યુસ્ટનના લોકોને વીજકાપ અને માર્ગો પર કેટેગરી-૫ હરિકેન જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. રન-વે પર બરફ ભેગો થવાને કારણે હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરવું પડ્યું હતું. ઓક્લાહામા ગેસ એન્ડ ઇલેક્ટ્રિકના લગભગ ૫,૦૦૦ ગ્રાહકો રાતથી વીજળી વગરના રહ્યા હતા. જ્યારે એન્ટરજી આર્કાન્સાસના ગ્રાહકોને પણ લગભગ ૩,૦૦૦ વખત વીજ પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બંને રાજ્ય ટેક્સાસની તુલનામાં ઘણી ઓછી વસતી ધરાવે છે.

(5:48 pm IST)