Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમેરિકાને પાછળ રાખીને ચીન યુરોપીયન યુનિયનનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાને પાછળ રાખીને ચીન યુરોપિયન યુનિયનનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. 2020ના વર્ષમાં યુરોપ સાથે ચીનનો વેપાર 711 અબજ ડૉલર નોંધાયો હતો. તેની સામે ચીન-અમેરિકાનો વેપાર 673 અબજ ડૉલરના આંકડે પહોંચ્યો હતો. એટલે કે યુરોપિયન સંઘ અને ચીન વચ્ચેનો વેપાર 38 અબજ ડૉલર જેટલો વધારે નોંધાયો હતો.

           યુરોપિયન સંઘ અને અમેરિકા એકબીજાના તમામ મુદ્દે પાર્ટનર રહ્યા છે. વેપારમાં પણ અમેરિકા-યુરોપની જુગલબંધી ચાલે છે. પરંતુ 2020ના કોરોના વર્ષમાં ચીને અમેરિકાને પાછળ રાખી દીધું હતું. યુરોપિયન સંઘની આંકડાકીય માહિતી રજૂ કરતી એજન્સી યુરોસ્ટેટે આ વિગતો જાહેર કરી હતી.

(5:48 pm IST)