Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં

આફ્રિકા, મધ્ય દક્ષિણ એશિયામાં સ્થિતી ખરાબ : મહિલાઓ ગર્ભનિરોધક દવાઓ માટે પણ અન્ય પર આધારિત

યુનાઇટેડ નેશન્સ,તા.૧૬ :  ૫૭ જેટલા વિકાસશીલ દેશોની ૫૦ ટકાથી ઓછી મહિલાઓ તેમના પાર્ટનર્સને સેકસ માટે ઇનકાર કરવાનો અધિકાર ધરાવતી નથી, એવી જ રીતે ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા કે આરોગ્યની અન્ય કોઇ સવલત મેળવી શકતા નથી તેમ યુએનના એક રિપોર્ટમાં જણાવાયું છે.

વિશ્વના આશરે એક-તૃતીયાંશ જેટલા લોકોને આવરીને જ આ ડેટા તૈયાર કરાયો છે. જેમાં આફ્રિકાના અડધાથી વધુ દેશો આવી જાય છે તેમ યુએન પોપ્યુલેશન ફંડે જણાવ્યું છે. પરંતુ તારણમાં એક ચોંકાવનારી વાત એ છે કે લાખો મહિલાઓ અને છોકરીઓને તેમના શરીર અંગે નિર્ણય લેવાનો પણ અધિકાર નથી, તેઓ કોઇ ડર કે હિંસા વગર તેમના ભાવિ અંગે બોલી શકતા નથી કે કોઇ પગલું ભરી શકતા નથી. વિશ્વભરમાં મહિલા સમાનતાની વાતો ચાલે છે, પરંતુ હકીકત કંઇ જ જુદી જ છે.

ફંડે ઉમેર્યું હતું કે માત્ર ૫૫ ટકા મહિલાઓ અને છોકરીઓને જ સેકસ કરવા કે નહિ, ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા તેમજ જાતીયતા અને પ્રજનન જેવી આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવો કે કેમ તે નક્કી કરવા સક્ષમ છે.

ફંડના એકિઝક્યિટિવ ડિરેકટર ડો. નતાલિયા કાનેમે જલવ્યું હતું કે ''પોતાના શરીરની સ્વાયતતાથી વંચિત કરવું એ મહિલાઓ અને છોકરીઓના મૂળભૂત અધિકાર ઝુટવી લેવા સમાન છે. આનાથી મહિલાઓ અને પુરુષોમાં અસમાનતા જન્મે છે તેમજ લિંગ અસમાનતામાંથી જન્મતી હિંસાને પ્રોત્સાહન મળે છે.''

''હકીકત એ છે કે અડધાથી વધુ મહિલાઓની આવી સ્થિતિને કારણે તમામ માટે હતાશા અને ઉશ્કેરાટ ઉદભવે છે''તેમ તેમણે કહ્યું હતું. તેમને ''માય બોડી ઇઝ માય ઓનઁના ઉપયોગનો અધિકાર કચવાટ જન્માવે છે.

પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયા, લેટિન અમેરિકા તેમજ કેરેબિયન દેશોના ૭૬ ટકા જેટલા છોકરીઓ અને મહિલાઓ સેકસ, ગર્ભનિરોધક અને આરોગ્ય સંભાળ અંગે નિર્ણયો લઇ શકે છે. આફ્રિકાના સહારાના વિસ્તારો તેમજ મધ્ય અને દક્ષિણ એશિયામાં ૫૦ ટકાથી ઓછી મહિલાઓને આવો અધિકાર નથી તેમ રિપોર્ટમાં જણાવાયું છે. સહારાના રણમાં આફ્રિકાના ત્રણ દેશો માલી, નાઇજર અને સેનેગલમાં ૧૦ ટકા મહિલાઓ અને છોકરીઓ ઉપરના તમામ ત્રણેય નિર્ણયો પર અંકુશ રાખે છે.

દેશોમાં પ્રાદેશિક મતભેદોનો આંકડો પણ અલગ-અલગ છે. મધ્ય અને દક્ષિણ એશિયામાં આ આંકડો ૩૩ ટકાથી ૭૭ ટકાની વચ્ચે છે.

ઘણી મહિલાઓને તેમની પસંદગીની વ્યકિત સાથે લગ્નનો અધિકાર મળતો નથી કે તેમને જાતી, સેકસ, જાતીય બાબત, વય કે સક્ષમતાને કારણે બાળક  ધરાવવાનો પણ અધિકાર નથી.

(11:47 am IST)
  • સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે એસીમ્પિટોમેટિક સેલિબ્રિટીએ ઘર પર જ ઈલાજ કરાવવો જોઈએ હોસ્પિટલના બેડ પર નહીં : રાજ્યના ક્પડામંત્રીએ કહ્યું હતું કે બેડ જરૂરિયાતમંદો માટે છોડવા જોઈએ access_time 11:59 pm IST

  • કોગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાને કોરોના વળગ્યો છે access_time 1:16 pm IST

  • લોકડાઉનની અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની અટક ભરૂચમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. લોકડાઉન થવાનું કહી પરપ્રાંતિય શ્રમજીવીઓની ટીકીટ બુક કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 6:29 pm IST