Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ડાયનાસોરના પેટમાંથી કરોડો વર્ષ પહેલા મળતા હતા સ્ટોન:વૈજ્ઞાનિકોનું સંશોધન

નવી દિલ્હી: જેમ માણસોની કિડની અને ગોળ બ્લેડરમાં સ્ટોન્સ એટલે કે પથ્થર મળી આવે છે. એમ કરોડો વર્ષ પહેલા ડાયનાસોરના પેટમાં પણ સ્ટોન્સ મળતા હતા. પુરતત્ત્વવિદોને તેનાથી જાણવા મળ્યું કે ડાયનાસોર જ્યારે દર્દમાં રહેતા હતા તો તેમણે જોખમ અનુભવાતું હતું, તો એકવારમાં 1000 કિલોમીટર સુધી જતા રહેતા હતા. કામ સૌથી વધારે લાંબા ગળાવાળા શાકાહારી ડાયનાસોરોએ કર્યું હતું. જે જગ્યાએ જતા હતા ત્યાંથી પોતાનું મળ કે ઉલ્ટી સાથે પેટનો સ્ટોન કાઢી દેતા હતા. એવા કેટલાક પથ્થર હવે વૈજ્ઞાનિકોને મળ્યા છે.

       જે પથ્થર વૈજ્ઞાનિકોને મળ્યા છે, તેનો રંગ ગુલાબી છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અમેરિકાના વિસ્કોન્સિનથી 1000 કિલોમીટર દૂર સ્થિત વ્યોમિંગમાં મળ્યા છે, કેમ કે ડાયનાસોર વિસ્કોન્સિનથી વ્યોમિંગ સુધી ગયા હતાબંને જગ્યાઓના રસ્તામાં તેમના પગના નિશાન અને જુરાસિક કાળ સાથે સંબંધિત પુરાવા મળ્યા છે. ઓસ્ટિન સ્થિત યુનિવર્સિટી ઓફ ટેક્સાસના જેક્સન સ્કૂલ ઓફ સાયન્સીસને ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અને સ્ટડીના મુખ્ય સંશોધનકર્તા જોશ મેલોને જણાવ્યું કે પથ્થર દેશના દક્ષિણ ભાગમાં સ્થિત વેસ્કોન્સિનથી ઉત્તર-મધ્ય વ્યોમિંગ સુધી ડાયનાસોરના પેટમાં ગયા હતા. અત્યાર સુધી ડાયનાસોરો દ્વારા વિસ્થાપનનું સૌથી લાંબુ અંતર છે.

(6:43 pm IST)