Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

18માં માળની બિલ્ડીંગથી પડતી આ 3 વર્ષીય બાળકીને બચાવી આ શખ્સે માનવતા બતાવી

નવી દિલ્હી: જીવનમાં ક્યારે શું થઇ જાય એ કોને ખબર? પણ ઘણા લોકો છે જે પોતાની બહાદુરીથી ગમે તેવી મુશ્કેલીઓનુ સમાધાન શોધીને જ રહે છે, આપણે ફિલ્મોમાં તો સ્ટંટ કરતા હિરો જોયા છે, જે પોતાની બહાદુરી દર્શાવતા હોય છે,પણ આ હિરો સેફ્ટી બેલ્ટ સાથે સ્ટંટ કરતા હોય છે, પરંતુ હાલ એક રિઅલ લાઇફના હિરોની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે.  કઝાકિસ્તાનમાં ત્રણ વર્ષની બાળકી 100 ફૂટની ઊંચાઈએથી જમીન પડતા પડતા બચી ગઇ, આ ઘટના બુધવારે કઝાકિસ્તાનની રાજધાની નૂર-સુલ્તાનમાં બની હતી જ્યારે બાળકીની માતા ખરીદી કરવા બહાર ગયા હતા, આ બાળકી કુશન અને રમકડાંની મદદથી રમતા રમતા બારીમાંથી બહાર નીકળી હતી. આ બાળકી બારીમાંથી માત્ર આંગળીઓ પર લટકતી હતી. શોન્તાકાબાયેવ સાબિત નામનો યુવક પોતાના ઓફિસ તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેનુ ધ્યાન ભીડ અને બારીમાંથી લટકતી છોકરી તરફ ગયુ રહી હતી. બાળકી બારીમાંથી લટકતી હતી. આ યુવકે પોતાની હિંમતથી બાળકી જે વિન્ડો પર લટકી હતી, તેની નિચેની વિન્ડોથી બહાર આવીને 3 વર્ષની નાની બાળકીને બચાવી લે છે.,અને તેના પગ પકડીને તેને વિન્ડોની અંદર ઉભા રહેલા વ્યક્તિને થમાવી દે છે, જે તમે વીડિયોમાં પણ જોઇ શકો છો.

 

(5:49 pm IST)