Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

બ્રિટેનના એમ્યુઝમેન્ટ પાર્કમાં રોલર કોસ્ટરમાં બેઠેલ લોકો 235ફૂટની ઊંચાઈ પર ફસાઈ જતા ભાગદોડ મચી જવા પામી

નવી દિલ્હી: દુનિયાભરમાં મોટા ભાગના લોકોને રોલરકોસ્ટર અને બીજી એડવેન્ચર રાઇડમાં બેસવાના શોખિન હોય છે, પણ જો રાઇડમાં કોઇ અનહોની ઘટના ઘટી જાય તો લોકો રાઇડમેં બેસવાથી ડરવા લાગે છે. જો તમે રોલર કોસ્ટર રાઇડમાં વચ્ચે અટવાઇ જાવ તો? પછી જે હાલત થાય છે તે ફક્ત રાઇડમાં બેસેલો વ્યક્તિ જ સમજી શકે છે. હાલ, એક આવી જ ઘટના ચર્ચામાં છે, જેમાં  બ્રિટેનના અમ્યુસમેન્ટ પાર્કમાં, બ્લેક પૂલ પ્લેજરમાં એક મોટા રોલર કેસ્ટરમાં ઘટના બની હતી.રોલર કોસ્ટરમાં બેઠેલા લોકો 235 ફુટની ઉંચાઇ પર ફસાઇ ગયા હતા, જે જોઇને લોકોમાં અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. એક રિપોર્ટ પ્રમાણે, બ્રિટેનના બ્લેકપૂલ પ્લેજરની વચ્ચે 15 મે ના રોજ, રવિવારની બપોરે બિગ વન રાઇડ પર સવાર લોકોના ધબકારા વધી ગયા હતા,હાલાકી આ ઘટનામાં આટલી ઉંચાઇ પર લોકો ફસાઇ ગયા હતા, પરંતુ કોઇ જાનહાનિ થઇ ન હતી, લોકોને સુરક્ષિત નિકાળવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, 1994 માં આ રોલર કોસ્ટરને શરુ કરવામાં આવ્યો હતો, આજે પણ લોકો આ રોલર કોસ્ટરની ઉંચાઇ જોઇને ડરી જાય છે. આ પહેલાં વાર નથી કે આવી કોઇ ઘટના ઘટી હોય, આ પહેલાં પણ અમ્યૂજમેન્ટ પાર્કમાં રોલર કોસ્ટર આ રીતે રોકાઇ ગયુ હતુ. અમેરિકામાં કૈરોઇંડ્ઝ મનોરંજન પાર્કમાં પણ એક રોલર કોસ્ટર વચ્ચે કામ્ કરવાનુ બંધ કરી દીધુ હતુ, ત્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

 

(5:50 pm IST)