Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અમેરિકામાં ગરમીએ માજા મૂકી:પારો પહોંચ્યો 41 ડિગ્રીને પાર

નવી દિલ્હી: અમેરિકાનો અડધા કરતાં વધુ હિસ્સો ઉકળતી ભઠ્ઠી બની ગયો છે.  ખાસ કરીને  મંગળવારે   ઇલ્લીનોઇસ,ઇન્ડિયાના,  મિશિગન, આહીયો, વિસકોન્સીન, ફ્લોરીડા વગેરે વિસ્તારોમાં હીટ વેવ જેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. અમેરિકાન  વેધર સર્વિસે એવો વરતારો આપ્યો હતો કે  આ બધા વિસ્તારોમાં  આકાશમાંથી ધગધગતા અંગારા વરસે તેવી અસહ્ય પરિસ્થિતિ સર્જાઇ   શકે છે.  ગરમીનો પારો ૧૦૦થી ૧૦૫ ડિગ્રી ફેહરનહીટ(૩૭.૭૭થી ૪૦.૫૫ ડિગ્રી સેલ્સિયસ)   જેટલો ઊંચો  નોંધાવાની  શક્યતા હોવાના    સમાચાર   મળે   છે.   સરકારી   સૂત્રોએ એવી માહિતી આપી હતી કે બળબળતી ગરમી અને   અસહ્ય ઉકળાટને કારણે લગભગ ૧૦ કરોડ જેટલાં  લોકો ત્રાહિમામ પોકરી ઉઠે તેવો સંભાવના છે. આવા કુદરતી કોપનો સામનો કરવા સરકારે  તમામ નાગરિકોને  ઘરમાં રહેવા અને સતત   પાણી પીવાની સલાહ  આપી છે. શિકાગોમાં ગયા સોમવારની રાતે  પ્રચંડ વાવાઝોડા સાથે ભારે તોફાની વરસાદ પણ વરસ્યો    હોવાથી વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો  હતો.પરિણામે   લગભગ ૪,૦૦,૦૦૦(ચાર લાખ) નાગરિકોએ મંગળવાર   સુધી અંધકારભયા વાતાવરણમાં રહેવું પડયું હતું. અમેરિકન વેધર સર્વિસે  એવો સકેત પણ આપ્યો   હતો કે અસહ્ય ગરમી અને ભેજના વધુ પ્રમાણને કારણે    મહત્તમ તાપમાન વધીને ૧૦૫ ડિગ્રી ફેહરનહીટ(અંદાજે ૪૧ ડિગ્રી સેલ્સિયસ) જેટલો ઉકળતો  નોંધાય તેવી પણ સંભાવના છે. 

 

(5:42 pm IST)