Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ક્લાઈમેટ ચેન્જ રોકવામાં આ છોડ થાય છે મદદરૂપ

નવી દિલ્હી: છોડ વાતાવરણને ઓક્સિજન આપવા ઉપરાંત હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ ગેસને પણ પોતાનામાં સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે. વિજ્ઞાનીઓ તેને ભવિષ્ય સાથે જોડીને જુએ છે, તેમનું માનવું છે કે વૃક્ષો-છોડમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્ટોરેજ કરવાથી દુનિયા ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી કરવામાં આવેલા રિચર્ચમાં સામે આવ્યું છે કે છોડોમાં નિર્ણય લેવાની અદભુત ગુપ્ત ક્ષમતા હોય છે. તેઓ એવો નિર્ણય કરે છે કે વાતાવરણમાં ક્યારે અને કેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે. સ્કૂલ ઓફ મૉલિક્યૂલર સાયન્સિસના પ્રો. હાર્વે મિલરે કહ્યું કે ભવિષ્યમાં છોડોને એ પ્રકારે વિકસિત કરી શકાય છે, જેનાથી તેઓે ખાવાનું આપે ઉપરાંત પર્યાવરણને પણ સુરક્ષિત કરે. મિલર અનુસાર છોડ જેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, તે હિસાબથી તેમને જલદી વિકાસ કરવો જોઈએ. પરંતુ, તેઓ પ્રકાશ સંશ્લેષણ (ખાવાનું બનાવવા)ની પ્રક્રિયા બાદ પણ વિશાળ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડને પરત વાતાવરણમાં તાત્કાલિક નથી છોડતા. મૂળે, છોડો પાઇરૂવેટ નામનો પદાર્થનું ઉત્પાદન કરે છે, જે શુગરથી બને છે. એવામાં એક છોડ પાઇરૂવેજ્ઞને ઉર્જાના રૂપમાં બાળી શકે છે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ છોડી શકે છે, પરંતુ છોડ બાયોમાસથી સર્જાતા કાર્બનની મોટી માત્રાને સ્ટોર કરી લે છે. હવે વિજ્ઞાનીઓ છોડોની પ્રાકૃતિક પ્રક્રિયામાં વધુ ફેરફાર કર્યા વગર નવા છોડ વિકસિત કરવાના પ્રયાસમાં છે.

(5:44 pm IST)