Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પંડુચેરીમાં એક સાથે 20 બાળકો કોરોના સંક્રમિત થતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પૂર્વોતર રાજયોમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં પુડ્ડુચેરીમાં એક સાથે 20 બાળકો કોરોના સંક્રમણની ઝપટમાં આવતા હડકંપ મચી ગયો હતો જેને લઈને પુડ્ડુચેરી સરકારે હાલમાં લાગુ કોરોના લોકડાઉનને મહિનાનાં અંત સુધી લંબાવી દીધુ છે. અંગેની વિગત મુજબ દેશના પુર્વોતર રાજયોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.દરમ્યાન પુડુચેરીમાં 20 બાળકો કોરોના સંક્રમીત થતા ખળભળાટ મચી ગયો હચો આનન ફાનનમાં બધા બાળકોને દાખલ કરાયા છે. પુડુચેરીમાં એક સાથે 20 બાળકો કોરોના સંક્રમીત થવાને પગલે પુડુચેરી સરકારે હાલમાં લાગુ કોરોના લોકડાઉન મહિનાના અંત સુધી લંબાવ્યુ છે. કોરોના કર્ફયુ પણ રાતના 10 થી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે. બીજી બાજુ પૂર્વોતર રાજય મણીપુરમાં ડેલ્ટા વેરીએન્ટની અસર ઝડપથી વધતા રાજય સરકારે 18 જુલાઈથી 10 દિવસના પૂર્ણ કર્ફયુની જાહેરાત કરી છે. તો ઓરીસ્સા સરકારે એક ઓગસ્ટ સુધી આંશીક લોકડાઉન જાહેર કરેલ છે.

(5:25 pm IST)