Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

યુરોપમાં વરસાદનો હાલ બેહાલ:પૂરના કારણોસર 55 લોકોના મોત

નવી દિલ્હી  : અમેરિકા અને કેનેડા અત્યારે ભીષણ ગરમીથી તપી રહ્યા છે બીજી બાજુ યુરોપ ભારે વરસાદથી બેહાલ થઈ જવા પામ્યું છે. પશ્ર્ચિમી યુરોપમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત નિપજ્યા છે તો અનેક લોકો લાપત્તા બન્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે પાછલા 100 વર્ષનો સૌથી વધુ વરસાદ છે. માત્ર જર્મનીમાંથી જ 1300થી વધુ લોકો લાપત્તા બની ગયા છે. જર્મની ઉપરાંત નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમમાં પણ ભારે તબાહી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જર્મનીના અહરવેઈલેર જિલ્લામાં વરસાદથી ઘણું નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિક સરકારનું કહેવું છે કે અત્યાર સુધીમાં 1300થી વધુ લોકો લાપત્તા બન્યા છે. પોલીસના જણાવ્યા મુજબ અચાનક પૂર આવવાથી દેશના પશ્ર્ચિમી અને દક્ષિણ વિસ્તારમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સીએનએનના અહેવાલ અનુસાર પૂરની અસર જર્મનીને સૌથી વધુ થવા પામી છે. અત્યાર સુધીમાં અહીં 49 લોકોના મોત નિપજ્યા છે તો બેલ્જિયમમાં લોકો માર્યા ગયા છે.

(5:25 pm IST)