Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ચીનનું એક જહાજ શ્રીલંકા પહોંચ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન (China)નું હાઈ-ટેક્નોલોજીવાળુ રિસર્ચ જહાજ આજે શ્રીલંકાના દક્ષિણી બંદર હમ્બનટોટા (Hambantota)પહોંચી ગયું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ જહાજને રિસર્ચ શિપ નામ આપવામાં આવ્યું છે. પરંતુ તે ગુપ્તચર જહાજ તરીકે ઓળખાય છે. ચીનના ગુપ્તચર જહાજના હમ્બનટોટા પહોંચવા સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો. ભારતની ચિંતા વચ્ચે શ્રીલંકા (Sri Lanka)એ ચીનને આ જહાજનું આગમન મોકૂફ રાખવાનું પણ કહ્યું હતું. જો કે, શ્રીલંકાની સરકારે શનિવારે માહિતી આપી હતી કે ચીની જહાજને 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી હમ્બનટોટામાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન ચીને સોમવારે જણાવ્યું હતું કે શ્રીલંકાએ તેના ઉપગ્રહ અને મિસાઇલ સર્વેલન્સ જહાજને મંગળવારે તેના હમ્બનટોટા બંદરે આવવાની મંજૂરી આપી છે, પરંતુ શ્રીલંકા સાથેની વાતચીતની વિગતો આપી નથી જેના પછી ટાપુ રાષ્ટ્રની સરકાર દ્વારા બેઇજિંગના જહાજ પ્રવેશને ટાળવા માટે વલણ બદલી નાખ્યું હતું. શ્રીલંકાએ અગાઉ ચીનને ભારત અને યુએસની ચિંતાઓ વચ્ચે તેના જહાજના કાર્યક્રમને મુલતવી રાખવા કહ્યું હતું, પરંતુ થોડા દિવસો પછી તેણે ચીનને હમ્બનટોટા બંદર પર જહાજ મોકલવાની મંજૂરી આપી.

(4:04 pm IST)