Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઓએમજી.....રજાઓ માટે આ પતિ-પત્નીએ કર્યું કંઈક આવું....

નવી દિલ્હી: એક ચોંકાવનારી ઘટના તાઈવાનમાં સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ એક જ મહિલા સાથે ચારવાર લગ્ન કર્યા અને 37 દિવસોની અંદર તેને ત્રણવાર તલાક આપ્યો. ચોંકાવનારી આ ઘટનાની વાત કરીએ તો, આવું તે વ્યક્તિએ તેની વધી ગયેલી પેઈડ લીવ મેળવવા માટે કર્યું હતું. આ વ્યક્તિ તાઈપેમાં એક બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. તે વ્યક્તિએ ગત વર્ષે 6 એપ્રિલે લગ્ન કર્યા અને તેને લગ્ન માટે મળેલી રજા પૂરી થતા તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને બીજા દિવસે ફરીથી બીજા લગ્ન માટે રજા માગી. વ્યક્તિએ આવુ એટલા માટે કર્યું કારણ તેને લાગ્યું કે તે તેનો કાયદાકીયરીતે હકદાર છે. વ્યક્તિએ આ જ વાતનું ફરી પુનરાવર્તન કર્યું અને આ રીતે તેણે ચારવાર લગ્ન કર્યા અને તે મહિલાને ત્રણવાર છૂટાછેડા આપ્યા હતા. આ રીતે તે વ્યક્તિ 32 દિવસની રજા લેવામાં સફળ રહ્યો હતો.

તે વ્યક્તિએ ગત વર્ષે 6 એપ્રિલે લગ્ન કર્યા અને તેને લગ્ન માટે મળેલી રજા પૂરી થતા તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને બીજા દિવસે ફરીથી બીજા લગ્ન માટે રજા માગી. વ્યક્તિએ આવુ એટલા માટે કર્યું કારણ તેને લાગ્યું કે તે તેનો કાયદાકીયરીતે હકદાર છે. વ્યક્તિએ આ જ વાતનું ફરી પુનરાવર્તન કર્યું અને આ રીતે તેણે ચારવાર લગ્ન કર્યા અને તે મહિલાને ત્રણવાર છૂટાછેડા આપ્યા હતા. આ રીતે તે વ્યક્તિ 32 દિવસની રજા લેવામાં સફળ રહ્યો હતો. જોકે, બધુ એ રીતે ના થયું જેવું તે વ્યક્તિએ વિચાર્યું હતું. બેંકે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે તે વ્યક્તિ શું કરવા માગે છે અને તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઈન્કાર કરી દીધો. બેંકે તેના પહેલા લગ્ન માટે માત્ર 8 દિવસોની રજા આપી. કાયદા અનુસાર, જ્યારે તે લગ્ન કરે છે ત્યારે કર્મચારી આઠ દિવસોની પેઈડ લીવનો હકદાર બને છે. જોકે, ક્લાર્કે ચારવાર લગ્ન કર્યા હતા. આથી તેને 32 દિવસની પેઈડ લીવ મળવી જોઈતી હતી.

(4:05 pm IST)