Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સાઉદી અરેબિયા સરકારે ઉમરાહ કરવા ઇચ્છતા લોકો માટે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: સાઉદી અરેબિયાના આ નિર્ણયનો હેતુ ‘સાઉદી મિશન 2030’ને આગળ વધારીને દર વર્ષે 30 મિલિયન લોકોને ઉમરા કરાવવાનો છે. જો કે, જો કોઈ ઉમરાહ કરવા માંગે છે, તો તેણે પહેલા Eatmarna એપ દ્વારા એપોઈન્ટમેન્ટ બુક કરવી પડશે. સાઉદી 2030 વિઝન એ દેશની તેલ આધારિત અર્થવ્યવસ્થાને વૈવિધ્યીકરણ કરવા માટે રચાયેલ સરકારની વિકાસ યોજના છે. ઉમરાહ એક પ્રકારની ધાર્મિક યાત્રા છે, જે હજ કરતા થોડી અલગ છે પરંતુ કોઈપણ તેને કરી શકે છે. આ યાત્રાનો સમયગાળો માત્ર 15 દિવસનો છે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે સાઉદીમાં હજ કરવામાં આવે છે, તો તે સમયે ઉમરાહ કરી શકાતી નથી. ઉમરાહ માત્ર હજના દિવસો સિવાય કરવામાં આવે છે. ઉમરાહના દિવસો દરમિયાન, મુસાફરો લગભગ આઠ દિવસ મક્કામાં અને સાત દિવસ મદીનામાં વિતાવે છે અને ધર્મ અનુસાર કાર્યો પૂર્ણ કરે છે.

હજ અને ઉમરા એ બંને ઇસ્લામિક તીર્થયાત્રાના સ્વરૂપો છે પરંતુ તેમને કરવાની પદ્ધતિ થોડી અલગ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ઈસ્લામમાં વિશ્વાસ રાખે છે તો તેણે જીવનમાં એકવાર હજ કરવી પડે તેવું માનવામાં આવે છે.

મોટાભાગના લોકો તેમની ઉંમરના છેલ્લા તબક્કામાં જ હજ માટે જતા હોય છે, પરંતુ નિયમો અનુસાર, છોકરા કે છોકરીની ઉંમર થતાં જ તેમના પર હજ ફરજિયાત બની જાય છે. જો કે, હજ માટે વ્યક્તિએ શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત હોવી જોઈએ. ઉપરાંત, જે દેશમાંથી તે સાઉદી જઈ રહ્યો છે

(4:05 pm IST)