Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

બે મહિલાઓને એકબીજા સાથે થયો પ્રેમ : રિલેશનશિપને આગળ વધારવા પતિને આપ્‍યા ડિવોર્સ

લંડન,તા. ૧૬ : આજકાલ કેટલાક ચોંકાવનારા કિસ્‍સો સામે આવે છે.આજે અમે એ મહિલાઓ વિશે જણાવવા જેઇ રહ્યા છીએ જેમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. અમે ટોરી અને સિયોલ નામની બે મહિલાઓની વાત કરવા જઇ રહ્યા છીએ. બંનેના લગ્ન થઈ ચુક્‍યા હતા અને તેમને પોતાના પતિ સાથે ભવિષ્‍યના આયોજન પણ કર્યા હતા. પરંતુ જયારે બંને મહિલાઓને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો ત્‍યારે તે પોતાના પતિથી અલગ થઈ ગઈ.

જણાવી દઈએ કે ટોરી અને સિયોલની મુલાકાત ત્‍યારે થઈ જયારે બંને મહિલાઓ પોતાના પતિ સાથે ઉભયલિંગી મહિલાઓના કલબમાં ગયા હતા. પહેલી મુલાકાત પછી બંને મહિલાઓ વચ્‍ચે પ્રેમ નહતો થયો પરંતુ પછી બંને મહિલાઓએ પોતાના પતિને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું. આ મામલામાં મહિલાઓએ જણાવ્‍યું કે તેમને નિર્ણય કર્યો હતો કે બંને આ સંબંધને આગળ વધારવા માંગે છે. તેમનો સંબંધ રોમેન્‍ટિક હતો. તોરીએ ખુલાસો કર્યો કે ડિવોર્સ લેતા પહેલા જ તેના પતિને બધી જ જાણ થઈ ગઈ હતી. આ વિષય પર પતિ સાથે તેની ચર્ચા પણ થઈ હતી.

મહિલાએ જણાવ્‍યું કે શરૂઆતમાં અમને એ વાતનો ખ્‍યાલ આવ્‍યો કે અમે એકબીજા પ્રત્‍યે આકર્ષિત થઈ રહ્યા છીએ પરંતુ એ ખ્‍યાલ ન હતો કે ભવિષ્‍યમાં અમારી મંજિલ શું હશે. મહિલાઓએ બીજા પુરુષો સાથે પણ સમય વિતાવવાનો શરુ કર્યો. કપલે એ પણ જણાવ્‍યું કે ભલેને પોડકાસ્‍ટમાં તે પોતાની જિંદગીના રહસ્‍યો ખોલી રહ્યા છે પરંતુ તેઓ પોતાની લાઈફસ્‍ટાઈલને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે.

(3:53 pm IST)