Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

હાર્ટ એટેક રોકવાની આ જીવલેણ રીત વીશે સહુ કોઈએ માહિતી લેવી જોઈએ

નવી દિલ્હી: ઘણા લોકો હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી બચવા માટે ઘણીવાર એસ્પિરિન દવા લે છે. હવે આરોગ્ય નિષ્ણાતો લોકોને આદતથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. માટે યુએસ પ્રિવેન્ટિવ સર્વિસીસ ટાસ્ક ફોર્સે સલાહ માટે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.ડ્રાફ્ટમાં જણાવાયું છે કે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો કે જેમણે પહેલાં ક્યારેય હાર્ટ એટેક કે સ્ટ્રોક આવ્યો નથી,

અગાઉ 2016 માં, પેનલે અગાઉ હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવા માટે એસ્પિરિન લેવાની ભલામણ કરી હતી.તે સમયે પેનલે કહ્યું હતું કે 50-60 વર્ષની વયજૂથના લોકો દૈનિક માત્રામાં એસ્પિરિનનો ઉપયોગ કરી શકે છે.હાર્ટ એટેક ઉપરાંત કોલોરેક્ટલ કેન્સર પણ ટાળી શકાય છે, પરંતુ હવે આ ભલામણોને પેનલના નવા ડ્રાફ્ટમાં બદલવામાં આવી છે.પેનલનું કહેવું છે કે આ માટે વધુ પુરાવાની જરૂર છે. ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જેમણે હાર્ટ એટેક આવ્યો નથી.એસ્પિરિનની દવાથી તેમને કોઈ લાભ મળશે નહીં.જેથી તેમને એમાં બ્લડિંગનો જોખમ વધી શકે છે.પેનલે એસ્પિરિન દવા પર પ્રથમ વખત આવો ડ્રાફ્ટ બનાવ્યો છે પેનલ મુજબ, 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ દવાથી થોડો લાભ મળી શકે છે તે જ સમયે, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ દવાનો કોઈ ફાયદો જોવા મળ્યો નથી. આ ગાઇડલાઇન ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને અન્ય રોગોથી પીડાતા લોકો માટે છે કારણ કે આ બધી વસ્તુઓ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા વધારે છે આ સિવાય, એસ્પિરિન દવા લેતા કે બંધ કરતા પહેલા, મહેબાની કરીને તમારા ડોક્ટરનો સંપર્ક કરો.ટાસ્ક ફોર્સના સભ્ય ડો.જોન વોંગે કહ્યું કે, 'એસ્પિરિન શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે કારણ કે ઉંમર સાથે તેનું જોખમ વધે છે.'

(6:20 pm IST)