Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

આ કબુતરની નિલામીની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: બે વર્ષના બેલ્જીયમ રેસિંગ કબુતર નીલામી મા રેકોર્ડ તોડ્યો છે. ન્યુ કીમ નામ વાળુ કબૂતર ૧.મિલિયન યુરો એટલે કે ૧૮ લાખ ૨૦ હજાર રૂપિયામાં વેંચાયું હતું . જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સામાન્ય રીતે નર કબૂતરની કિંમત માતા કબુતર થી વધુ હોય છે પરંતુ વખતે માદા કબૂતરે રેસમાં બધાને પાછળ છોડી દીધા છે. પાછલા અઠવાડિયે કબુતર માટે ૧.૩૨ મીલીયનની બોલી લાગી હતી જે પાછલા વર્ષ ના માર્ચ મહિનામાં ૧.૨૫૨ મિલિયન યુરોમાં વેન્ચાયેલ બેલ્જિયમના એક કબુતર ની કિંમત થી વધારે છે નીલામીના અંતિમ અડધી કલાકમાં કબૂતરની કિંમત ૧ .મિલિયન યુરો પહોંચી હતી અને કબૂતર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પીપા ના ફાઉન્ડર અને સીઈઓ નિકોલે કહ્યું હતું કે રોકોર્ડ કીમત અવિશ્વસનીય છે. કારણ કે એક માદા કબુતર છે. અને સામાન્ય રીતે નરની કીમત માદા ક્બુતરથી વધુ હોય છે. અને ન્યુ કીમ માત્ર બે વર્ષની છે . અને તે માત્ર ૨૦૧૮ની રેસમાં સામેલ થઈ હતી રેસમાં તેને બેલ્જિયમના બેસ્ટનું ટાઈટલ મળ્યું હતું

(5:07 pm IST)