Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમેરિકાની સંપત્તિ છેલ્લા 20 વર્ષમાં વધીને થઇ ગઈ બમણી

નવી દિલ્હી  : અમેરિકાની સંપત્તિ છેલ્લાં 20 વર્ષમાં વધીને બમણી થઈ છે. વર્ષ 2020માં અમેરિકાની સંપત્તિ 90 ખરબ ડોલરે પહોંચી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અહીં પ્રોપર્ટીના ભાવમાં કોઈ ખાસ વધારો ના થયો હોવાને કારણે અમેરિકાની સંપત્તિ ચીનની તુલનાએ ઓછી છે અને તેઓ પોતાનું નબર 1નું સ્થાન ગુમાવી ચુક્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન અને અમેરિકાના ધનનો મોટો ભાગ કેટલાંક અમીર લોકો સુધી જ સીમિત રહી ગયો છે. રિપોર્ટ મુજબ આ બંને દેશોમાં 10% વસ્તીની પાસે સૌથી વધુ ધન છે. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ કરાયો છે કે આ દેશોમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે અમીર અને ગરીબ દેશોની વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કુલ વૈશ્વિક સંપત્તિનો 68% ભાગ અચલ સંપત્તિ તરીકેનો છે, જ્યારે અન્ય સંપત્તિમાં બુનિયાદી માળખું, મશીનરી અને ઉપકરણ જેવી વસ્તુઓ સામેલ છે.

(6:52 pm IST)