Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ઓસ્ટ્રેલિયામાં રસી ન લેનારાઓ લોકડાઉનમાં 1500 વિદ્યાર્થીઓ ચીનમાં ડોર્મિટરીમાં બંધ થયા હોવાની માહિતી

નવી દિલ્હી   : ચીનના ડાલિયન શહેરમાં ચોથી નવેમ્બરે પ્રથમ કોરોનાનો દર્દી નોંધાયો તે પછી  75 લાખની વસ્તી ધરાવતાં આ શહેરમાં રોજના સરેરાશ 24 કેસો નોંધાઇ રહ્યા છે જે અન્ય કોઇપણ શહેર કરતાં વધારે છે. હાલ ચીન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના સૌથી મોટા મોજાનો સામનો કરી રહ્યું છે.

ચીનમાં કોરોનાના કુલ 98,315 કેસો નોંધાયા છે જ્યારે મરણાંક 4,636 થયો છે. ડાલિયાન શહેરની નજીક આવેલા ઝુઆંગહે યુનિવર્સિટી સિટીમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અને 1500 જેટલા વિદ્યાર્થીઓને ડોર્મિટરીઓમાં જ લોકડાઉન કરવામાં આવ્યા છે.

બિજિંગમાં બુધવારથી દેશમાં બહારથી આવતાં તમામ લોકોએ 48 કલાક પહેલા મેળવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. નેશનલ હેલ્થ કમિશને  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 નવા કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતું જેમાંથી 25 કેસ ડાલિયાન શહેરમાં નોંધાયા હતા. 

(6:53 pm IST)