Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમેરિકાને પછાડી દુનિયાનો સૌથી ધનિક દેશ બની ગયો ચીન

નવી દિલ્હી: અત્યાર સુધી દુનિયાના સૌથી ધનિક દેશનો તાજ અમેરિકા પાસે હતો પણ હવે ચીને આ તાજ અમેરિકા પાસેથી છીનવી લીધો છે. સંપત્તિના મામલામાં ચીન હવે દુનિયાનો નંબર વન દેશ બની ગયો છે.બે દાયકામાં વિશ્વની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેમાં ચીન સૌથી આગળ છે.આ અંગે જાહેર થયેલા એક અહેવાલ પ્રમાણે દુનિયાની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થતા પહેલા 2000ની સાલમાં ચીનની સંપત્તિ સાત ખરબ ડોલર હતી.જે હવે વધીને 120 અરબ ડોલર થઈ ગઈ છે.ચીનની ઈકોનોમીમાં સતત તેજી આવી રહી છે અને તેના પગલે હવે 20 વર્ષમાં દુનિયાએ જે સંપત્તિ ઉભી કરી છે તેમાંથી ત્રીજા ભાગનો હિસ્સો ચીનનો એકલાનો છે. દુનિયામાં 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશો પર નજર રાખતી મેનેજમેન્ટ ફર્મ મેકિન્સે એ્ડ કંપનીના રિપોર્ટમાં કહેવાયુ છે કે, 2020માં દુનિયાની કુલ સંપત્તિ 514 ખરબ ડોલર થઈ છે. અમેરિકાની સંપત્તિમાં પણ વધારો થયો છે.જોકે અમેરિકામાં પ્રોપર્ટીના ભાવોમાં એટલો વધારો નહીં થયો હોવાથી ચીનની સરખામણીમાં અમેરિકાની સંપત્તિ ઓછી થઈ છે.

(6:53 pm IST)