Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આ દેશમાં રહેવા માટે અસામેથી આપવામાં આવે છે પૈસા

નવી દિલ્હી: વિદેશ (Abroad)માં રહેવું એ હર કોઈનું સ્વપ્ન હોય છે. રહેવા માટે સારી અને સુંદર જગ્યાની લોકોને હંમેશા તલાશ હોય છે. ત્યારે અમુક દેશ એવા છે જ્યાં રહેવા માટે તમને સામેથી પૈસા આપશે. વાસ્તવમાં કેટલાક દેશો ત્યાં સ્થાયી થવાના બદલામાં લાખો રૂપિયા અને ઘણી સુવિધાઓ આપે છે. આ દેશોની સરકારો દેશના વિકાસ માટે આ કામ કરે છે. તો ચાલો જાણીએ આ દેશો વિશે જ્યાં શિફ્ટ થયા પછી તે દેશ તમને સામેથી પૈસા આપશે. જો તમે પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ વાતાવરણ શોધી રહ્યા છો, તો યુ.એસ.માં સ્થિત અલાસ્કા રાજ્ય તમારા રહેવા માટે વધુ સારો વિકલ્પ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ જગ્યાએ લોકોનું સ્થળાંતર ઘણું વધી ગયું છે અને હજુ પણ અમેરિકી સરકાર ઈચ્છે છે કે આ જગ્યાએ વધુને વધુ લોકો વસવા જોઈએ. અહીંની સરકાર તમને રહેવા માટે 2000 ડોલર આપે છે. આ સાથે અલાસ્કામાં ઘર મેળવવું તમારા માટે ઘણું સસ્તું હશે. જો તમે પણ સિનિક બ્યુટીના શોખીન છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. આમ તો ઈટાલી મોંઘો દેશ છે, પરંતુ તેનો અમુક હિસ્સો એવો છે જ્યાં વસ્તી બહુ ઓછી છે. જેના કારણે સરકાર તમને અહીં રહેવા માટે પૈસા આપે છે. Candela પણ તે જગ્યાઓમાંથી એક છે. આ દેશમાં ઘણા વર્ષોથી સતત લોકોની અછત છે, આ અછત એટલી છે કે સરકાર હવે આ જગ્યાને ફરીથી વસાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં રહેવાથી, તમને ખૂબ જ સસ્તા ભાવે ઘરો મળશે, જેની કિંમત 7500 યુરો સુધી છે. જો તમે પરિવાર સાથે આ જગ્યાએ શિફ્ટ થાવ છો, તો સરકાર તમને $2000 સુધીની મદદ કરશે.

 

(6:55 pm IST)