Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આ માણસ નહીં, રોબો છે

સોશ્યલ મીડિયા પર એક કિલપ વાઇરલ થઈ છે : જેમાં એક રોબો માનવીય લાગણીને અનુરૂપ એના ચહેરા પર થતા ફેરફારની આબાદ રીતે નકલ કરે છે

મુંબઇ તા. ૧૭ : જો તમે સાયન્સ-ફિકશન ફિલ્મોના શોખીન હો તો આ સમાચાર તમને ચોક્કસ ગમશે. સોશ્યલ મીડિયા પર એક કિલપ વાઇરલ થઈ છે, જેમાં એક રોબો માનવીય લાગણીને અનુરૂપ એના ચહેરા પર થતા ફેરફારની આબાદ રીતે નકલ કરે છે.

જોકે અનેક લોકો માણસો જેવાં જ આંખો, વાળ, ભવાં, નાક અને હોઠના સર્જનથી ભયભીત થયા છે. એનાં આ અંગોની મદદથી એ માનવ જેવા જ હાવભાવ દર્શાવી શકે છે. ઈએચએ ન્યુઝ દ્વારા પોસ્ટ કરાયેલી આ વિડિયો-કિલપમાંનો રોબો આબાદ માણસ જેવો લાગે છે.

૧૩ જાન્યુઆરીએ શેર કરાયેલી આ કિલપને અત્યાર સુધી ૨૩૦ લાખ વ્યુઝ, ૪૬,૦૦૦ લાઇકસ અને ૪૨,૦૦૦ રીટ્વીટ મળ્યાં છે.

(2:32 pm IST)